વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર! દરેક વિદ્યાર્થીઓને વાર્ષિક ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે, ઓનલાઇન ફોર્મ ભરો – LIC Golden Jubilee Scholarship Yojana

WhatsApp ગ્રુપ જોડાવો

LIC Golden Jubilee Scholarship Yojana: એલઆઈસી (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના મેધાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના 2006માં શરૂ કરવામાં આવી હતી અને તે ભારતના સરકારી અથવા ખાનગી કોલેજ/યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના બે પ્રકારની છે 1) સામાન્ય વિદ્યાર્થીઓ માટે 2) ખાસ છોકરીઓ માટે.

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણની તકો વધારવાનો છે.

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના માટે પાત્રતા ધોરણ

  • ભારતના નાગરિક હોવા જોઈએ.
  • એક જ કુટુંબમાંથી માત્ર એક વિદ્યાર્થીને મળી શકે.
  • પહેલેથી LIC GJF સ્કોલરશિપ ન મળતી હોવી જોઈએ (પરંતુ સરકારી સ્કોલરશિપ મળી રહી હોય તો ચાલે).
  • છોકરીઓ માટે ખાસ ધોરણ 10 પાસ કર્યા પછી 10+2, ડિપ્લોમા, વોકેશનલ અથવા ITIમાં પ્રવેશ લીધેલી છોકરીઓ.
  • ધોરણ 10 અથવા 12 (અથવા તેની સમકક્ષ) પાસ કરેલા વિદ્યાર્થીઓ, જેમણે 60% અથવા તેના વધુ માર્ક્સ મેળવ્યા હોય.
  • વર્તમાનમાં મેડિસિન, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, વોકેશનલ અથવા ITI કોર્સમાં પ્રવેશ લીધેલા હોવા જોઈએ.
  • ધોરણ 10/12 પાસ કરવાનું વર્ષ 2022-23, 2023-24 અથવા 2024-25 હોવું જોઈએ.
  • પરિવારની વાર્ષિક આવક 2,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝ ફોટો.
  • 10મી/12મી માર્કશીટ.
  • આવક પ્રમાણપત્ર (માતા-પિતાની).
  • પ્રવેશ પુરાવો (એડમિશન લેટર/ફી રસીદ).
  • આધાર કાર્ડ/આઈડી પુરાવો.
  • બેંક પાસબુક/કેન્સલ્ડ ચેક.

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

  • LICની અધિકૃત વેબસાઈટ licindia.in પર જાઓ.
  • હોમપેજ પર “LIC Golden Jubilee Scholarship Scheme 2025” લિંક પર ક્લિક કરો.
  • “Apply Online” બટન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરો (નામ, DOB, મોબાઈલ, ઈમેલ વગેરે ભરો).
  • લોગિન કરીને ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (ઉપર જુઓ).
  • ડિપ્લોમા/ડિગ્લેરેશન પર સહી કરીને સબમિટ કરો.
  • રજિસ્ટ્રેશન ID નોંધી રાખો અને ઈમેલ/એસએમએસ દ્વારા એક્નોલેજમેન્ટ મેળવો.

મહત્વની તારીખો

  • અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 2025 (ચાલુ).
  • અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025.
  • પસંદગી પ્રક્રિયાએ મેધા (માર્ક્સ) અને આવકના આધારે LIC ડિવિઝનલ ઓફિસ દ્વારા. પસંદ થયેલ વિદ્યાર્થીઓને ઈમેલ/SMS દ્વારા જણાવવામાં આવશે.
  • રકમ વિતરણ બે ભાગ માં વિતરણ કરવામાં આવશે.

LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃતિ યોજના દ્વારા હજારો વિદ્યાર્થીઓને મદદ મળી છે. વધુ પ્રશ્નો માટે LIC ડિવિઝનલ ઓફિસ અથવા વેબસાઈટનો સંપર્ક કરો. અરજી જલ્દી કરો!

4 thoughts on “વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર! દરેક વિદ્યાર્થીઓને વાર્ષિક ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે, ઓનલાઇન ફોર્મ ભરો – LIC Golden Jubilee Scholarship Yojana”

Leave a Comment