Asia Cup 2025 નો મુકાબલા શરૂ! ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ટક્કર ક્યારે? જાણો સંપૂર્ણ માહિતી

Asia Cup 2025: એશિયા કપ 2025ની 17મી આવૃત્તિ યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)માં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. આ વર્ષે ટુર્નામેન્ટ T20I ફોર્મેટમાં રમાશે, જે 2026ના T20 વર્લ્ડ કપ માટે તૈયારી તરીકે કામ કરશે. કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન અને ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ. ગ્રુપ સ્ટેજ પછી સુપર ફોર્સ અને ફાઇનલ રમાશે. કુલ 19 મેચો રમાશે, જેમાંથી 11 દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અને 8 શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુધાબીમાં રમાશે.

ભારતની પહેલી મેચ ક્યારે ?

એશિયા કપ 2025ની બીજી મેચ છે એટલે કે જે ગ્રુપ Aમાં આજે (10 સપ્ટેમ્બર 2025) ભારત VS UAE સામે રમાશે. ભારત આ મેચથી પોતાની કેમ્પેઇન શરૂ કરશે, જ્યારે UAE આયોજક તરીકે પહેલી મેચ રમી રહ્યું છે. ભારત 2023ના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ તરીકેની નવમી ટાઇટલ મેળવવા માટે પ્રબળ દાવેદાર છે.

ભારત VS પાકિસ્તાન મેચ ક્યારે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એશિયા કપ 2025ની 6ઠ્ઠી મેચ છે, જે ગ્રુપ Aમાં 14 સપ્ટેમ્બર 2025ના રોજ રમાશે. આ મેચ બંને ટીમો માટે ગ્રુપ સ્ટેજની બીજી મેચ હશે અને ક્રિકેટ ચાહકો માટે સૌથી વધુ અપેક્ષિત મુકાબલો છે. આ મેચ ભાવનાત્મક અને રોમાંચક હશે. ચાહકો માટે SonyLIV અથવા સોની સ્પોર્ટ્સ પર લાઇવ એક્શન જોવાની તૈયારી રાખો!

 

ભારતની અપેક્ષિત XI ?

ભારતની અપેક્ષિત XI આ હોવી જોઈએ, શુભમાન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્થી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંઘ

એશિયા કપ 2025 મેચ ક્યાં દેખાવી ?

એશિયા કપ 2025 લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ (ભારતમાં) સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ; SonyLIV એપ અને વેબસાઇટ તમે મેચ દેખી શકો છો.

About Admin

Leave a Comment