સરકાર આપશે ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની સુધીની સહાય, અહીંથી કરો એપ્લાય – Pradhan Mantri Awas Yojana

WhatsApp ગ્રુપ જોડાવો

Pradhan Mantri Awas Yojana: ભારત સરકાર દર વર્ષે તેના નાગરિકોની રહેઠાણ અને કાયમી રહેઠાણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સૌથી લોકપ્રિય અને લોકલક્ષી છે. આ યોજના હેઠળ, સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાના કાયમી ઘર બનાવવા માટે સીધી સહાય પૂરી પાડે છે. “બધા માટે ઘર” ના ધ્યેય સાથે શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે અને સરકાર 2025 સુધીમાં લક્ષ્ય મુજબ કરોડો લોકોને લાભ આપવાનો સતત પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ કેવી રીતે મેળવવો અને યોજના વિશે માહિતી આ લખાણ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા આવાસ પૂરા પાડવાનો છે, આ યોજના સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાના કાયમી ધોરણે ઘર બનાવવા માટે સીધી સહાય પૂરી પાડે છે. “બધા માટે ઘર” ના ધ્યેય સાથે શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધોરણ

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર અથવા તેના પરિવાર પાસે ભારતમાં પાકું મકાન ન હોવું જોઈએ.
  • અરજદારની આવકની મર્યાદા રૂપિયા 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં
  • અરજદારે અન્ય કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • માલિકીનો પુરાવો અથવા મકાન ભાડાનો પુરાવો
  • બેંક પાસબુકની નકલ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • મોબાઇલ નંબર

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmayg.nic.in પર જાઓ
  • હોમપેજ ખોલો અને ‘PMAY’ માટે ‘અરજી કરો’ બટન પર ક્લિક કરો
  • ખુલેલા પેજની વિગતો કાળજીપૂર્વક વાંચો અને પછી ‘આગળનું પેજ’ વિકલ્પ પસંદ કરો
  • સ્ક્રીન પર તમારા દ્વારા જરૂરી દસ્તાવેજોની માહિતી તપાસો અને ખાતરી કરો કે તમે યોજના માટે લાયક છો કે નહીં
  • લાયકાત પુષ્ટિ પર, તમારો આધાર નંબર દાખલ કરો અને મોબાઇલ પર ઓટીપી મેળવો.
  • હવે અરજી ફોર્મ ખુલશે, અહીં પૂછવામાં આવેલી બધી વ્યક્તિગત અને કૌટુંબિક માહિતી કાળજીપૂર્વક ભરો
  • તે પછી, બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને સહી અપલોડ કરો
  • છેવટે, અરજી  પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સેવ’ બટન પર ક્લિક કરો
  • તમે ભરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ પણ લો. તે ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે.

નોધ: જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માગતા હો, તો ઉપરોક્ત વેબસાઇટ્સ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો અથવા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન/ગ્રામ પંચાયતની ઓફિસમાં સંપર્ક કરી શકો છો.

1 thought on “સરકાર આપશે ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની સુધીની સહાય, અહીંથી કરો એપ્લાય – Pradhan Mantri Awas Yojana”

Leave a Comment