અંબાલાલ પટેલની નવી આગાહી! આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ, જાણો ક્યારે પડશે તોફાની વરસાદ – Ambalal Patel agahi

WhatsApp ગ્રુપ જોડાવો

Ambalal Patel Agahi: અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેઓ જ્યોતિષ શાસ્ત્ર અને હવામાન શાસ્ત્રના જ્ઞાનના આધારે આગાહીઓ કરે છે. તેમની આગાહીઓ ગુજરાતમાં ખેડૂતો, નાગરિકો અને સરકારી તંત્ર દ્વારા ખૂબ જ ધ્યાનથી લેવામાં આવે છે. તેમની આગાહીઓમાં મુખ્યત્વે ચોમાસું, વાવાઝોડું, ગરમી, અને કમોસમી વરસાદ જેવા વાતાવરણના પલટાનો સમાવેશ થાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અને અતિભારે વરસાદ અંગે આગાહીઓ કરી છે. તેમણે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ પણ જણાવ્યું હતું કે નદી-નાલાઓમાં પૂર આવવાની સંભાવના છે, અને ખેડૂતો તેમજ શહેરી લોકોએ સાવચેત રહેવું જોઈએ.

આ તારીખે પડશે અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ ભારે થી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, મહેસાણા પાટણ, કચ્છ ,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે મહીસાગર અને પંચમહાલ, દાહોદ માં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર,બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 06 સપ્ટેમ્બરથી એક બીજું વરસાદી વહન સક્રિય થતાં 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો ભારે થી અતિભારે વરસાદ આવશે તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા, સાબરમતી અને તાપી નદીઓની જળ સપાટી વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે.

નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રી 2025 દરમિયાન ગરબા પ્રેમીઓ માટે આગાહી કરી હતી કે હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે ગરબાની મજા પર થોડી અસર પડી શકે છે, તેમણે કહ્યું કે નવરાત્રિ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે સાથે પવન પણ ફૂંકાશે.

Leave a Comment