Ambalal Patel Ni Agahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના લોકલાડીતા અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની મુખ્ય વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે.
આ તારીખે વરસાદી સિસ્ટમ સક્રિય થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જે ગુજરાત રાજ્યમાં 28 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. 23 સપ્ટેમ્બર થી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. ખાસ મધ્ય ગુજરાતમાં આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભારે થી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પાટણ, કચ્છ ,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં સામાન્ય થી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બર થી એક બીજું વરસાદી વહન સક્રિય થતાં 27 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો અતિભારે વરસાદ આવશે તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા, સાબરમતી અને તાપી નદીઓની જળ સપાટી વધશે અને કેટલીક નદીઓમાં ખૂબ પાણી આવવાની પણ શક્યતા છે. બનાસકાંઠાની બનાસ નદીમાં પાણી આવશે અને લોકોમાં ખુશીનો માહોલ જામશે.
નવરાત્રિ ઉપર વરસાદની અસર થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ખુલ્લી જગ્યાએ થતા ગરબા કાર્યક્રમોમાં વરસાદના કારણે વિઘ્ન આવી શકે છે.ભારે પવન અને ગાજવીજ દરમિયાન વીજળીનું જોખમ વધી શકે છે.આયોજકોને હોલ અથવા શેડવાળા સ્થળે આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે આ અચાનક વરસાદ ખેડૂતો માટે લાભદાયક બની શકે છે.જમીનમાં ભેજ પ્રમાણ વધશે. ખેડૂતોના પાકોને પૂરતું પાણી મળી શકે છે. પરંતુ ભારે પવનને કારણે ઉભા પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.